કોરોના પીડિતો માટે સોનુ સૂદના મિશન બાદ અન્ય સ્ટાર્સ પણ આગળ આવ્યા

હિરેન જોશી: સમગ્ર દેશમાં કોરોનાની સેકન્ડ વેવે તરખાટ મચાવી દીધો છે. મહારાષ્ટ્ર સહિત દેશના કેટલાક રાજ્યોમાં ઓક્સિજન, વેન્ટીલેટર થી લઈને ઓક્સિજન કોન્સ્ટ્રેશન, દવાઓ, બેડ વગેરેની…

હિરેન જોશી: સમગ્ર દેશમાં કોરોનાની સેકન્ડ વેવે તરખાટ મચાવી દીધો છે. મહારાષ્ટ્ર સહિત દેશના કેટલાક રાજ્યોમાં ઓક્સિજન, વેન્ટીલેટર થી લઈને ઓક્સિજન કોન્સ્ટ્રેશન, દવાઓ, બેડ વગેરેની બહુ અછત જોવા મળી રહી છે.વર્તમાન સમયમાં કોરોનાની સ્થિતિના કારણે થિયેટર, મલ્ટીપ્લેક્સ પણ બંધ થયેલ છે, આવા મુશ્કેલ સમયમાં સિરિયલ, વેબ સિરિઝોના શૂટિંગ અટકાવી દેવાની ફરજ પડી છે.

આવા મુશ્કેલીના સમયમાં સોનુ સૂદ એક એક્ઝામ્પલ સેટ કરતું કાર્ય કરી રહ્યા છે.અનેક લોકો સોનું સૂદને સોશ્યલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા ઓક્સિજન, દવાઓ, ઇન્જેક્શન માટે મેસેજ કરી રહ્યા અને સોનુ સૂદ શક્ય એટલા વધુ લોકોને મદદ કરી રહ્યા છે, સોનુ સૂદમાંથી પ્રેરણા લેતા હોય તેમ અક્ષય કુમાર અને ટ્વીનકલ ખન્ના દ્વારા પણ ઓક્સિજન કૉન્સ્ટ્રેનશનની મદદ કરાય છે તો અજય દેવગણ દ્વારા બૃહદ મુંબઈ કોર્પોરેશનને 1 કરોડ રુપિયાની મદદ કરાઈ અને બોરીવલી તેમજ જુહુમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરવા માટે BMC ને મદદ કરાઈ છે.

અજય દેવગણ આ કોવિડ કેર સેન્ટર માટે અમિતાભ બચ્ચન પણ આર્થિક મદદ કરશે તેવું કહેવાયું છે.દબંગ સ્ટાર સલમાન ખાન તેના દયાળુ અને માનવીય અભિગમ માટે જાણીતો છે.સલમાને ફિલ્મ ‘રાધે ધ મોસ્ટ વોન્ટેડ ભાઈ’ની સમગ્ર કમાણી કોવિડ રિલીફ માટે વાપરવાનું નક્કી કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *